21.1 C
New York

Weekly Literature Quizzes And Solutions

Published:


કહેવતો કે રુઢિપ્રયોગો ભાષાને સમૃદ્ધ બનાવે છે. તેની ઉત્પતિ કે મૂળમાં જે-તે પ્રદેશનાં લોકોની જાતી-જ્ઞાતિ, સ્વભાવ, આદતો, જીવન વિશેની ફિલસુફી કે એમનું જીવનદર્શન રહેલા હોય છે. દરેક કહેવત કે રૂઢીપ્રયોગનાં બનવા અને પ્રચલિત થવા પાછળ કોઈ વિશિષ્ટ બનાવ, ઘટના કે કથા રહેલી હોય છે. અને માત્ર ગુજરાતી ભાષા માટે જ આ સાચું છે એવું નથી, દુનિયાની લગભગ દરેક ભાષા અને સંસ્કૃતિમાં બનેલી અને આજ દિવસ સુધી ઉપયોગમાં લેવાતી લોકોક્તિઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે.

આજનાં આ ભાષાઓની ભેળસેળનાં જમાનામાં ધીમે-ધીમે આ લોકોક્તિઓ, કહેવત કે રુઢિપ્રયોગોનું ચલણ ઓછું ચોક્કસ થયું છે છતાં, સાવ ભૂંસાયું નથી અને ભૂંસાઈ શકે પણ નહીં. (મૂળ જેટલા ઊંડા, વૃક્ષ તેટલું જ મજબૂત, ખરું ને?) તો, આ કહેવતો અને રુઢિપ્રયોગોનાં વારસાને જાળવવા અને સાથે જ નવી પેઢીને તેનાંથી પરિચિત કરવાનો અમારો એક નાનકડો પ્રયાસ એટલે અમારી Weekly Quiz!

આપ સૌ વાચકો આ Quiz માં ઉત્સાહભેર ભાગ લઇ અને એ માણી રહ્યા છો તેનો આનંદ છે મને. અને હા, સાચા જવાબોની સંખ્યા જોઈ, ભાષા પ્રત્યેનાં આપના લગાવને જોઈ વિશેષ આનંદ થાય છે.

તો, નવા જોડાયેલા વાચકો તેમજ વિષયમાં રસ ધરાવતા છતાં, કહેવતો કે રુઢિપ્રયોગોનાં અર્થથી અવગત નથી તેવા યુવા વાચકો માટે જુલાઈ મહિનાની Quiz ના ઉત્તર આપું છું.. આશા છે આપને વાંચવા ગમશે.


Week 1 – Quiz Occasion – Win ₹2350 off on Amazon third Gen Eco Dot

જુલાઈ મહિનાનાં પહેલા weekend પર અમે લઈને આવેલ કુલ 3 પ્રશ્નો કે જેનાં ઉત્તર આપને માત્ર જ્ઞાન જ નહીં પરંતુ, સાથે જીતાડે છે AMAZON 3RD GEN ECHO DOT પર રૂ. 2350 ની છુટ.

gujarati idiom question 11 swatisjournal ખૂબ જૂની અને પ્રચલિત લોકોક્તિ એટલે “સંઘર્યો સાપ પણ કામ આવે.” આ નાનકડું વાક્ય આપણી સંસ્કૃતિની બચતની ફિલસુફી કેટલી સરસ રીતે સમજાવી જાય છે! બચાવીને કે સંગ્રહીને રાખેલી સાવ નક્કામી લગતી ચીજ પણ ક્યારેક અણીના સમયે, કલ્પના પણ ન કરી હોય તે રીતે ઉપયોગી બને છે. એટલે આજનાં આ બધું જ રિપ્લેસ કરી નવું લાવવાનાં જમાનામાં જુનું, સંગ્રહેલું કંઈ ક્યારે ઉપયોગી બને તે નક્કી નહીં.

આવો જ અર્થ ધરાવતું એક બીજું વાક્ય પણ હજુ આપને વડીલોનાં મોઢે સંભાળવા મળશે કે, ‘ચપટી ધૂળની પણ જરૂર પડે’ એટલે કે, કોઈની સાથે સંબંધ એટલા બધા ન બગડી નખાય કે ભવિષ્યમાં કામ પડે તો, એમની પાસે મદદ પણ ન માગી શકીએ.

gujarati idiom question 21 swatisjournal બીજા પ્રશ્ન તરીકે રજૂ થયેલ મુહાવરો લગભગ દરેક ટીનએજરને ક્યારેકને ક્યારેક સાંભળવા મળેલ હશે જ. “શેઠની સલાહ/શિખામણ ઝાંપા સુધી.” કોઈએ આપેલી સલાહ કે શિખામણ થોડા સમયમાં જ ભૂલી જવી એવા અર્થવાળો આ મુહાવરો લગભગ દરેક વર્ગનાં કે વયજૂથના લોકો માટે સાચો છે.

હવે, ત્રીજો પ્રશ્ન થોડો અઘરો હતો.

ગુજરાતીમાં જ ‘પથ્થર ઉપર પાણી’ કે પછી હિન્દીમાં ‘भैंस के आगे बिन बजाना’ જેવા મુહાવરા પણ આ જ શિક્ષા રજૂ કરે છે.

gujarati idiom question 311 swatisjournal ‘શેરને માથે સવા શેર’ આ કહેવત ન સાંભળી હોય તેવું ભાગ્યે જ કોઈક હશે, સાચું ને? કોઈ વ્યક્તિ બળ, બુદ્ધિ, સમૃદ્ધિ કે પછી લાયકાતમાં ઉચ્ચ કક્ષાનું હોય પરંતુ, જો તેનાથી પણ સવિશેષ ગુણવાન કે પછી ચઢિયાતું બીજું કોઈ મળે ત્યારે આ વાક્યપ્રયોગ ઉપયોગમાં લેવામાં આવે છે.

સામાન્ય રીતે કોઈનો અહં ભાંગવાનો મોકો મળ્યો હોય અને અહંકારી વ્યક્તિથી ચઢિયાતું કોઈ તેને માત આપે ત્યારે વિશેષ રીતે આ કહેવત ઉપયોગમાં લેવાય છે.

winner quiz 1 july swatisjournal Many associates who participated within the first Weekly Quiz of the month of July, answered appropriately. By means of an automatic draw, my fantastic reader Mamta Thumbar has gained this Quiz.

Having the second weekend approaching, we reached our readers with one other attention-grabbing Weekly Quiz. The quiz comprised of three gripping questions that had been some Gujarati proverbs or idioms.


Week 2 – Quiz Occasion – Win ₹2000 off for Wi-fi Speaker by Noise

win leaf studios coupon swatisjournal

શું લાગે છે આ વખતની quiz સરળ હશે કે મુશ્કેલ?? જૂની છતાં માર્મિક કહેવતો એટલે આપણા આ અઠવાડિયાનાં પ્રશ્નો તો, ચાલો જલ્દીથી જવાબ સબમિટ કરો છો ને?

winner quiz 2 july swatisjournal ‘દગો કોઈનો સગો નહીં.’ દગો કરનાર વ્યક્તિ સગપણ જોતો નથી, ફાયદો ઉઠાવવાની વૃત્તિવાળા વ્યક્તિ, નજીકનાં સગાં-સંબંધીઓને છેતરવાનું અને ચુકતા નથી, આ સાથે જ દગો કરનાર વ્યક્તિ પોતાનું પણ અનિષ્ટ જ નોતરે છે એ પણ હકીકત છે. આટલી ગહન વાત એક સરળ વાક્ય વડે આપણા માટે એક શિક્ષા તરીકે છોડી ગયા છે આપણા પૂર્વજો. છે ને અદ્ભુત વાત?

માત્ર આપણે ત્યાં જ આવા જીવનદર્શન સમાન વાક્યો છે તેવું નથી. એક અંગ્રેજી કહેવત છે જે બરાબર આ જ અર્થ રજૂ કરે છે.. ‘Frost and fraud each finish in foul. એટલે કે, ઝાકળને બદલે પાક પર થીજી જતું હિમ અને દગો એ હંમેશા અનિષ્ટ જ લાવે છે.

gujrati kahevat question 2 swatisjournal ‘યથા રાજા તથા પ્રજા.’ ખરેખર સંસ્કૃતમાંથી ઉતારી આવેલ આ લોકોક્તિ, હિન્દી તેમજ ગુજરાતી બંને ભાષામાં આ જ સ્વરૂપમાં વપરાય છે.

સરળ શબ્દોમાં જેનો અર્થ છે કે ગામ, કટુંબ કે પરિવારનો મોભી કે વડો જે પ્રકારનું વર્તન કે ચરિત્ર દર્શાવશે, તેનાં અનુગામીઓ પણ ચોક્કસ તેનું જ અનુકરણ અને અનુસરણ કરશે.

‘વડ તેવા ટેટા અને બાપ એવા બેટા’ પણ મહદ્દ અંશે આ જ અર્થ રજૂ કરતી કહેવત છે.

gujrati kahevat question 3 swatisjournal ‘માગ્યા વગર મા પણ ન પીરસે.’ કોઈ પાસે મદદ ની અપેક્ષા હોય તો, સામેથી મદદ માગવી જ રહી બાકી, લોકો સમજે અને તમને મદદ કરવા આવે એ માત્ર ખયાલ જ છે. આવો સચોટ અર્થ ધરાવતી લોકોક્તિ એટલે આપણી quiz નો આ ત્રીજો પ્રશ્ન. તમને જમતી વખતે હજી ભૂખ છે કે નહીં, એ તમે જાતે જ નક્કી કરો અને વધુ ભોજનની માંગણી કરો તો જ મા તમને પીરસે એ તર્કશુદ્ધ હકીકત છે. એવું જ મદદ માટે પણ અક્ષરશ: સાચું છે.

મા અને પીરસવા સાથે સંબદ્ધ બીજી એક કહેવત છે કે, ‘મોસાળે જમણ અને મા પીરસનાર’ જેનો સીધો અર્થ છે દરેક પ્રકાની અનુકુળતા હોવી. છતાં, આપણી પ્રશ્નમાં આપેલી કહેવત સાથે શબ્દોની સમાનતા સિવાય તેનો કોઈ સીધો સંબંધ નથી.

winner quiz 2 july swatisjournal આ ત્રણેય પ્રશ્નોનાં સાચા ઉત્તર આપનાર દરેક વાચકમિત્રને અભિનંદન. સાથે જ ડ્રો માં નામ પસંદગી વડે વિજેતા બનવા બદલ Ankit Patel ને વિશેષ અભિનંદન!


Week 3 – Quiz Occasion – Win ₹1500 off on Corseca Wi-fi Earbuds

આ અઠવાડિયે ૩ ગુજરાતી કહેવતો તૈયાર છે પ્રશ્નો તરીકે.

win corseca gift voucher quiz swatisjournal

અને હા, તેના સાચા જવાબ આપને માત્ર જ્ઞાન કે સંતોષ જ નથી આપતા પરંતુ, Weekly Quiz નાં વિજેતા વાચક જીતશે રૂ. 1500નું એક ગીફ્ટ વાઉચર પણ…

gujarati kahevat question31 swatisjournal‘દુઃખનું ઓસડ દહાડા.’ આપણા દરેકના ઘરમાં વડીલો આ ફિલસુફીના આધારે જ જીવનમાં આવતી દરેક વિકટ પરિસ્થિતિનો સામનો કરતા આવ્યા છે અને આપણને પણ આ જ સોનેરી શબ્દો વડે સધિયારો આપતા હોય છે, સાચું ને?

There may be an English saying, ‘Time is the very best healer.’ having the identical that means because the Gujarati proverb given right here.

Nevertheless troublesome the state of affairs is perhaps, nevertheless it progressively fades away as time passes. પરિસ્થિતિ કે સંજોગો ગમે તેટલા વિકટ કે મુશ્કેલ હોય, પસાર થતા સમય સાથે, ધીમે-ધીમે તેની અનુભૂતિ ઓછી કે ઝાંખી થતી જાય છે અને આમ જ મનુષ્ય દુઃખ વેઠતાં તેમજ તેમાંથી બહાર આવતા શીખે છે.

gujarati kahevat question33 swatisjournal‘મન ચંગા તો, કથરોટમેં ગંગા.’ સાધારણ માણસો સમજી શકે તેવા સરળ શબ્દોમાં જીવનનો બહુ મોટો સબક શીખવે છે આ કહેવત. ઊંચા નૈતિક મૂલ્યોનું મહત્વ આ એક જ વાક્ય ખૂબ સહજ રીતે રજૂ કરે છે.

મનથી શુદ્ધ છે, એમનું આચરણ પણ શુદ્ધ હોવાનું અને આવા આંતરિક રીતે જ શુદ્ધ લોકોને પુણ્યશાળી બનવા માટે કોઈ યાત્રા કરવાની જરૂર રહેતી નથી. એમનું મન સ્વયં જ તીર્થધામ છે.

નૈતિકતા શીખવા માટે કંઈ કોઈ યુનીવર્સીટી જવાની જરૂર નથી. આવા સુવાક્યો ગ્રહણ કરી શકીએ તો, આપોઆપ જ ઉચ્ચ ચરિત્રનું ઘડતર થતું રહે છે.


gujarati kahevat question33 swatisjournal‘સોના કરતાં ઘડામણ મોંઘું.’ કોઈ કિંમતી વસ્તુનો રખરખાવ તેની મૂળ કિંમત કરતાં પણ મોંઘો પડે ત્યારે આ કહેવત પ્રયોજવામાં આવે છે. સોનું પોતે જ કિંમતી ધાતુ છે એટલે મોંઘું છે પરંતુ, તેને ઘડાવી ઘરેણાં બનાવીએ તો, એ ઘરેણું બનાવવાનું મહેનતાણું તેની કિંમત ઓર વધારી દે છે અને ઘરેણું, સોનાનાં મૂલ્ય કરતાં પણ વધુ મોંઘુ સાબિત થાય છે.

ગુજરાતી ભાષા એટલી બધી સમૃદ્ધ છે કે, બરાબર આ જ અર્થ ધરાવતી વધુ એક કહેવત છે ‘ગજની ઘોડીને સવા ગજનું કાઠું.’ એટલે કે, વસ્તુ કરતા, તેની જાળવણી વધુ મોંઘી.

winner quiz 3 july swatisjournal આ વખતની Quiz નાં બધા જ સવાલોનાં સાચા જવાબ આપી વિજેતા બન્યા મારા વ્હાલા વાચકમિત્ર Kashmira Raichada! આટલી જૂની કહેવતો જાણતા હોવા માટે તેમજ વિજેતા બનવા બદલ એમને ખૂબ-ખૂબ અભિનંદન!

વરસાદ પડ્યા પછી તરસી જમીન જેટલી ત્વરાથી પાણી શોષી લે, એટલી ઝડપથી આ જુલાઈ મહિનો પસાર થઇ ગયો અને આવી ગયું ચોથું અઠવાડિયું.. સાથે જ આવી ગઈ આ ચોથી Weekly Quiz!


Week 4 – Quiz Occasion – Win Coupon price ₹700 on Leaf wi-fi headphones

win amazon fire tv coupon swatisjournal

સ્પર્ધા કરીએ, વિજેતા બનીએ અને કોઈક પુરસ્કાર જીતીએ અને જે આનંદ થાય એ માત્ર જ્ઞાન મેળવીને ન થાય ને? પેલું કહે છે ને કે, ‘ભૂખે ભજન ન થાય ગોપાલા…’ તો, આ અઠવાડિયાના વિજેતાને મળશે Leaf wi-fi headphones પર રૂ.700 ની છૂટ!

gujarati kahevat question 41 swatisjournal‘ભાવતું હતું ને વૈદ્યે કહ્યું, દોડવું હતું ને ઢાળ મળ્યો.’ એકસમાન અર્થવાળા આ બંને વાક્યો ક્યારેક એક વાક્ય તરીકે જ વાંચ્યાનું યાદ છે. કોઈ પરિસ્થિતિ આપણને અનુકુળ લગતી હોય અને પાછું જેની સલાહ લઈએ એ પણ બરાબર એ જ સૂચવે એ સંદર્ભમાં વપરાતી લોકોક્તિ છે આ, જે ઘણી જ પ્રચલિત પણ છે.

ભણવા જવાની આનાકાની કરતા બાળકને અચનાક ખબર પડે કે કોઈ કારણસર શાળાએ જ રજા જાહેર કરી છે તો, એ પ્રસંગે આ ઉક્તિનો ઉપયોગ એકદમ યથાર્થ ઠરે છે.

gujarati kahevat question 42 swatisjournalશાળાની વાત કરીએ છીએ તો, આ બીજો પ્રશ્ન એક એવો જ રૂઢીપ્રયોગ છે ‘મહેતો (માસ્તર) મારે પણ નહીં ને ભણાવે પણ નહીં’ આ રૂઢીપ્રયોગ નો સરળ અર્થ એ છે કે, જે-તે કામમાં નિર્ણય લઇ શકવાની સત્તા મળી હોવા છતાં, પોતાને એ કામમાં રૂચી ન હોવાને કારણે વ્યક્તિ એ કામનું સારું પાસું કે પછી તેની નબળી બાજુ બધું જ નજરઅંદાજ કરી, બધું જેમનું તેમ ચાલવા દે. ભણાવવામાં રૂચી ન હોય તેવી વ્યક્તિ શિક્ષક બને તો, એ વિદ્યાર્થીઓને મારે પણ નહીં કે ભણાવે પણ નહીં.

(અહીં ‘મહેતો’ એ કોઈ અટક કે સરનેમ માટે પ્રાયોજિત નથી પરંતુ, જુના સમયમાં શિક્ષક એટલે કે માસ્તર કે કારકૂન માટે મહેતાજી શબ્દ પ્રયોજાતો તેનાં સંદર્ભમાં કહેવાયું છે, જે સ્હેજ.)

આવા વલણ માટે ગુજરાતીમાં એક કહેવત પણ છે કે, ‘કરતા હો તે કરો ને, છાશની દોણી ભરો!’

જુલાઈ માસની Weekly Quizzes નો છેલ્લો પ્રશ્ન એટલે ખૂબ જાણીતી લોકોક્તિ…

gujarati kahevat question 43 swatisjournal ‘નાણાં વિનાનો નાથિયો ને નાણે નાથાલાલ.’ આધુનિક સમાજમાં વ્યક્તિ તરીકે માણસનાં ગુણ કે મૂલ્યોનાં આધારે તેની પાત્રતા આંકવામાં નથી આવતી પરંતુ, તેની સમૃદ્ધિ કે તેની સંપતિ વ્યક્તિની લાયકાતનું પ્રમાણપત્ર બન્યા છે. વ્યક્તિ તરીકે તમારો અંગત પરિચય ન હોય તેવા લોકો માત્ર અને માત્ર તમારા ભૌતિક દરજ્જા કે હેસીયાતને જ માન આપે છે.

અહીં આપેલી લોકોક્તિ તેની પુષ્ટિ કરે છે કે, જ્યાં સુધી પૈસા પાસે નથી ત્યાં સુધી નાથા ને લોકો નાથિયો જેવા તુચ્છકાર વડે સંબોધે છે પરંતુ, જયારે સંપતિ તેને સંગે આવી ચઢે છે એ જ ક્ષણથી નાથો, નાથાલાલ જેવા માનવાચક સંબોધનનો અધિકારી બની જાય છે.

winner quiz 4 july swatisjournalઘણાં મિત્રોએ Quiz માં ભાગ લઇ સાચા જવાબો આપ્યા છે. My ardent reader Chirag Dave has been picked because the winner of the quiz successful Rs. 700 on Leaf wi-fi headphones!

Congratulations!


Hope you loved all of the Weekly Quizzes for the month of July 2022. Put together your self for one more spherical of quizzes the subsequent month. We promise for extra thrill and enjoyable with one other units of attention-grabbing questions in addition to extra thrilling prizes.

Don’t neglect to deliver alongside associates household. Assist them take part in these quizzes by sharing it with them and in return, they’ll aid you by enhancing the prospect of successful them.

Maintain studying, Maintain collaborating and Have enjoyable!

Related articles

spot_img

Recent articles

spot_img